સમય. . .
તું તટસ્થતાથી મારો ન્યાય કરે છે. . .
હું એ સમજું તો. . તારી સામેની બધી ફરિયાદો પોકળ લાગે. . !
આજે. . . આ સમજાય છે.
અલબત્ત
તારી રીતો અકળ હોય. . એટલે હું વિચલિત થઈ જાઉં. . .
એ પણ. . એટલું જ સ્વાભાવિક નથી શું ?
હવે જ્યારે હું તને સમજી શકુંછું
ત્યારે
તારા માટે આમ કહી શકું છું કે. . .
પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે
આ સમય લા-જવાબ હોઈ શકે !
અને
એમ લાગે કે સતાવે છે મને
પણ સમય તથ્યો બતાવે છે મને !
સમય. . . તું પ્રશ્ન થઈને આવે ત્યારે પણ તારો આશય તો મને
સાચી દિશા બતાવવાનો જ હોય છે. . હેં ને ?
જો, આ તથ્ય તારા કારણે જ મને સમજાયું છે
ને, એટલે
આજે તો તારો આભાર માનવો જ રહ્યો. . !
ચાલ ત્યારે. . . આપણે આમ સંવાદ સાધતા રહીશું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply