કાલે તમામ શહેરની આંખોમાં આવશું,
વાંચી શકાય એ રીતે રાહોમાં આવશું.
કોઈ કદાચ ગામનું બદલાઈ જાય નામ,
પાદરના પાટિયાના લખાણોમાં આવશું.
પીઠા તો બંધ થઈ ગયા , તોપણ નશા તો છે,
એવી અનેક કૈફી શરાબોમાં આવશું.
એકેક તબીબ રોગથી લાચાર ,એટલે,
ટીવી ઉપર’ દિમાગી ‘ દવાઓમાં આવશું.
ચારે તરફ ઉગેલા હશે કંટકો છતાં,
એવી દશામાં થઈ ને ગુલાબોમાં આવશું.
અમને ઝવેરી જેમ કદી સાચવીને રાખ,
નહિંતર સદી સદીની ખતાઓમાં આવશું.
એવૉર્ડમાં ન જોખ અમારી ગઝલને તું,
દિલની કિતાબના અમે પાઠોમાં આવશું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply