થોડું બેલેન્સ આયુષ્યનું ઘટ્યું,
બાકી બધું સરસ છે.
કાઢ્યાં એટલાં કયાં કાઢવા હવે,
તોય થોડી માયાની તરસ છે.
એક માર્ગે દરિયો ખારો સંસારનો
બીજી કેડીએ પ્રભુનો અમૃત કળશ છે.
જીવ, હજું સમજી જા, કલ્યાણ કર,
બાકી શ્વાસો એ જ મૂડી ને જણસ છે.
થશે શ્વેત વધું કેશ ને દ્રષ્ટિ ક્ષીણ,શ્રાવ્ય મંદ,
મોટાં થવાની પરંપરાની આ ફરજ છે.
ઈશ્વરની કરન્સી થાય એટલી ભર ભેગી,
સત્ય, સેવા, પ્રેમ, કરુણા એ જ સરસ છે.
ઝુટવે કોઈ, તગેડે, એ પહેલાં મંડ સોંપવા,
નવી પેઢીની હવે ગરજ છૅ.
જાજવલ્યમાન દિપશિખા ધરી આગામીને,
અસ્તિત્વ ઓગાળે ખુદમાં, એ જ અરજ છે.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply