ઈબાદત કરવાવાળા છે અહીં સૌ,
મહોબ્બત કરવાવાળા છે અહીં સૌ.
રહે છે ખુબ નાના દિલ, પણ મોટી,
સખાવત કરવાવાળા છે અહીં સૌ.
મને મંત્રી બનાવીને અમારી,
શિકાયત કરવાવાળા છે અહીં સૌ.
સમજદારોની સાથે નાસમજ પણ,
હિમાયત કરવાવાળા છે અહી સૌ.
અલગ બે, ચારને લઈને ખુણામાં,
અદાલત કરવાવાળા છે અહીં સૌ.
કરૂં કેવા પ્રણય પર હુંય શ્રદ્ધા?
બગાવત કરવાવાળા છે અહીં સૌ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply