દર્દના દરબારમાં પ્રજ્ઞા હશે,
તો ગઝલના શે’રમાં શ્રધ્ધા હશે.
કૈ’ ગુનાહ સડકો ઉપર આવી જશે,
આપણી અંદર અગર છિંડા હશે.
આજ એના બોર અહી વેચાય છે,
હોઠ પર જ્યારે મધુર ભાષા હશે.
કાયદા દેખાડતા- ને પૂછજે,
એમની પાસે જ કૈ’ રસ્તા હશે
‘એકડાનો’ ભાવ બોલાશે હવે
એની પાછળ જેટલા મીંડા હશે ?
આ નગરમા તો નથી પણ ‘ દોસ્તો’,
લોકના દિલમાં ઘણી જગ્યા હશે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply