સુખ કે દુઃખ એ ફક્ત મનની મનમાની હોય છે
થોડી ખાનદાની એની ને મહદ્ નાદાની હોય છે
સતા, સંપત્તિ, શાંતિ એ તો છે મનની સ્થિતિ
સંતોષ તો જ જો મનની મહેરબાની હોય છે
પળમાં કરી દયે મન વિશ્વામિત્રનાં તપ ને ભંગ
મન સૌનું સ્વામી, એનું ના કોઈ સ્વામી હોય છે
મન જ બનાવે માનવ ને દેવ કે પછી દાનવ
પ્રભુ કે વિધાતાની એમાં ક્યાં ખામી હોય છે
મન ને બહું ગમે મન ફેરવવું કે મન મારવું
મોહોબ્બત કે જિંદગી જ્યારે જામી હોય છે
જેે મન ત્યાગે એને જ મળે માલિકાઈ મનની
બાકી બધાં તો મન ને ત્યાં નોકરાણી હોય છે
પોતાનું પાત્ર કાયમ તરસે વફા અને પ્રેમ માટે
પરસ્ત્રી કે પરપુરુષ પ્રત્યેય મન કામી હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply