આંખો પણ આંખોમાં ઉત્તર રાખે છે,
ઈશ્ક કરો તો સપના સુંદર રાખે છે.
શાળાને સરકારે ફતવો આપ્યો છે,
કોણ વજનથી ભારે દફતર રાખે છે?
રોજ નવા કપડાં બદલે છે, એ રીતે,
લાલચ કેવા કેવા ઈશ્વર રાખે છે!
શહેરમાં મારા ‘તાળી મિત્રો’ સધ્ધર છે,
મળવામાં કંજુસી, અંતર રાખે છે.
પ્રાણની આહૂતિ આપીને આ વ્રુક્ષો,
કાતિલનો પણ ઘરમાં આદર રાખે છે.
વ્યવહારો સાચવ્વા ‘ સિદ્દીક’ સંબંધો,
બેમતલબના મીઠા અવસર રાખે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply