દુશ્મનોને પણ દયા ઓછી મળી,
પ્રેમની ભાષા જરા ઓછી મળી.
દર્દની વાચા હજી લાચાર છે,
દર્દને આજે દવા ઓછી મળી.
એક માથાનુ દરદ પહોંચી ગયું,
આગને ક્યારે હવા ઓછી મળી ?
આ સુગંધ ચારે તરફ પ્રસરી જતે,
પણ મહોબ્બતને દુઆ ઓછી મળી.
ખીલતાં પહેલા જ મૂર્જાઈ ગયું,
ફૂલને તારી વફા ઓછી મળી.
બદ્દુઆ આપી જતો રહ્યો ફકીર!,
ભીખ પૈસાની જરા ઓછી મળી.
ગર્વ, ઈર્ષ્યા, ગ્રૂપની આ દોડમાં,
પ્રેમ કરતાં નામના ઓછી મળી.
ગામ કરતાં શહેરમાં ‘સિદ્દીક’ મને,
ખૂબ રહ્યો પણ મજા ઓછી મળી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply