દૂરના ડૂંગર રહે રળિયામણા,
હે મહોબ્બત ક્યાં જશે આ આંગણા.
આવશે મહેમાન કૈ’ રીતે અહીં,
બંધ છે દિલના ઘરોના બારણા.
દૂરથી લાગ્યા મને ઝરણા હશે,
પાસ આવ્યા તો હતી એ ધારણા.
આ કદાવર સૌ હવાને રોકવા,
જંગ પહેલાં થઈ ગયા સૌ વામણા.
એક પણ મારૂં મને મળ્યું નહીં,
હું સમજ્યો ‘ તો બધાને આપણા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply