મિત્રો પાસે સાવ ખુલ્લો હોય છે
માણસ માણસવલ્લો હોય છે
સંતાન પર ફાટેલું આભ રોકી દે
એવો મા નો ફાટલો પલ્લો હોય છે
કુબેરને ય લોન માંગવાનું મન થાય
સમૃદ્ધ બચ્ચાંનો ગલ્લો હોય છે
થથરે છે પ્રભુ ય ભક્તની શક્તિથી
જોરાવર ભક્તિનો ખીલ્લો હોય છે
કરશો તપાસ તો ભેદ પામી જશો
નિષ્ફળ થશે એ જે ભલો હોય છે
જાણજો હાલ સાચાં પ્રેમીઓના
બરબાદી જ પ્રેમનો ચીલો હોય છે
આપે સર્વસ્વનું દાન તોય નતમસ્તક
કન્યાનો બાપ માંડવે ઢીલો હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply