ચાય જેને અહીં મળી જાયે,
લીમડા , શેરડી બની જાયે.
સાવ નાજૂક પૂષ્પના આજે,
રંગ શાને? હવે ઉડી જાયે.
વાડની પણ ઘણી વધી હિંમત,
જો ચડે ચીભડાં ગળી જાયે.
આપ આવો તો આ,નગર-રસ્તા,
જો ખબર થાય તો ફરી જાયે.
ખટખટાવે હવા જો દરવાજો,
ઘરની દુનિયા સખત ડરી જાયે.
દોસ્ત,’ સિદ્દીક ‘ તારી સોબતમાં,
એવું શું છે ? બધા ભળી જાયે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply