મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં
ભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં,સઘળાં કામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં
મનમંદિરીયે બેટરી ની ચિંતા
ટાવર પકડાય તો જાણે જગ જીતાં
ઘરે-બહારે જપે સૌ ,તારું જ નામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં
મોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી… મોબાઇલજી
આઠે પહોર બન્યો તારી દાસી
તું જ મોજ મારી, ખુશી આભાસી
રોજી રોટી મારી, તું સબંધો તમામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં
મોબાઇલજી, મોબાઇલજી
મોબાઇલજી..મોબાઇલજી
સવારે ઉઠતાં પહેલી યાદ તારી
શયન પણ સાથે,એક જ પથારી
વ્હોટ્સએપ, એફબી જ દુનિયા તમામ
સમય,શક્તિ ને સગવડ વધે
એવો ખોટો ભાસ છે બધે
તે તો લૂંટી લીધાં, તે તો લૂંટી લીધાં
સ્વાસ્થ્ય,સુખ ચેન, સબંધો તમામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.
મોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી.. મોબાઇલજી
શેર કર જાત ને, મિત્રો સાથે
કુટુંબ,સમાજ ને ઉપયોગી હાથે
છોડી દેને, ઓનલાઈનની લપ તમામ
શ્રીજી પછી કરશે લાઈક તારું કામ
મોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી… મોબાઇલજી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply