તમે આપો રજા તો હું કરું ફરિયાદનો એક વાર,
એમ કરી જતાવું તમને, છે મારો કેવો અધિકાર.
વિખુટા પડ્યે એમ હિસાબો, આપણા પતશે નહિ,
બળતાં દિલને બદલી લ્યો તો થશે એની સારવાર.
સિતમ અને શિકાયતો આ પ્રેમગ્રંથમાં કોણે મુક્યા?
ઉઠાવો અંતરથી એ શબ્દ બેવફાઈ, માનું આભાર.
ભલે રહ્યો અણઘડ હું, ઘન દૌલત સાચવવા કાજ,
પુરતો પ્રેમ હશે જીવનમાં તોજ સપના થશે સાકાર.
હક કરીને માગું છું, અને બદલામાં દેજો છુટ્ટે હાથ
દયાને બદલે સજા દેજો, ચડાવીશ મસ્તકે સાભાર.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply