તમારી હૂંફથી મશહૂર છું હું,
નહીંતર પ્હાંણ ને બેનૂર છું હું.
કદી આશય સમજવાનુંય રાખો,
તમારા સમ પ્રણયમાં ચૂર છું હું.
હવે તો હાથમાં છે પોસ્ટોફીસ,
હવે મેસેજનો આતૂર છું હું.
મને વાંચીને સૌ ખાલી કરી દો,
છલોછલ ઈશ્કથી ભરપૂર છું હું.
ફકત એક જ પથારીમાં અબોલા,
નજીક હોવા છતાંયે દૂર છું હું.
વિદેશોમાં ફરૂં, મોકો મળ્યો છે?
પ્રજા દ્વારા જુઓ મંજૂર છું હું.
હું દાનવ છું મને માનવ ન ક્હેશો,
બગાડ્યો ત્યારથી બસ ક્રુર છું હું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply