સરિતાથી, પહેલાં સુવાસિત થવું છે,
પછી દરિયો થઇ ને, પ્રવાહિત થવું છે.
બધા રેસમાં છે, સિયાસતના ઘોડા,
મહોબ્બતથી કોને પરાજિત થવું છે.
નવા ચકચકિત આ ઉગેલા નગરને,
નવી જીંદગીથી પ્રકાશિત થવું છે.
અમે બેહજાર વીસના છે ખયાલો,
લખી, આ કલમને વિવાદિત થવું છે.
મને એક ભાષણથી આદત પડી છે,
મને હર જગા બસ, પ્રસારિત થવું છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply