સુરજ નીકળ્યો
તળાવ તરવા.
હવા સંગે છબછબિયાં કરવા,
હંસો સંગે એ તરતો ડૂબતો.
બે ચરણ ત્યાં આવી થંભ્યા.
એકલતાની ભીડ ભાંગવા
સમયને તોડવા,
એણે ,
પથ્થરનો કર્યો ઘા તળાવમાં.
વમળ વેરાયા પાણી મહી
અને સુરજ ભીતર ઉતર્યો.
આખું ગગન ઝબઝબ
એ પણ
ઓગળ્યું પાણી મહી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply