કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
મોતે બોલાવ્યો હોય ઇ ના પાણી ય માંગે
કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
સૌનું મોહનિદ્રાથી ઉઠવાનું છે આ અંતિમ ટાણું
હું જાગું, તું જાગે ને હવે તો સૌ કોઈ જાગે
છળ, કપટ, મોહ, લોભ અહીં જ પડયાં રહેવાનાં
આત્માને કહી દો હવે તો રાગ દ્વેષથી ભાગે
પ્રભુ જ પ્રભુ છે ને તે જ છે માલિક પણ સૌનો
ચપટીમાં ચૂંથાઈ જઇશું એની બદલતી આંખે
આ સતા, આ ધન, આ મિત્રો ને આ પરિવાર
હતું ન હતું થઈ જશે એની લાકડીનાં અવાજે
સત્ય, પ્રેમ, કરુણા ને પુણ્ય જ આવશે સથવારે
હે જીવ, તું કોનાં માટે ખોટાં રસ્તે આટલો ભાગે
કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
~ મિતલ ખેતાણી
Leave a Reply