સ્ત્રી મકાનને ઘર બનાવે.
તોય ચણાવું નથી, જડાવું નથી.
સ્ત્રી છું એથી શું થયું?
પુતળી બની કઈ જીવવું નથી.
ઘરનાં ખૂણે ખૂણે જીવ વસે,
જોઈ હસતાં એને હાશ થશે.
અન્નપૂર્ણાં છું તો શું થયું?
રોજ ચડી ચૂલે રંધાવું નથી.
સ્ત્રી દીકરો આપે ને માન વધે,
જન્મ દેતા દીકરીને દોષ ચડે,
અસ્વીકારે જગત તો શું થયું?
બળાત્કારી જગમાં જન્મવુ નથી.
ના સ્ત્રી વિના કઈ વેલો ચઢે.
ખોટ લાગે ત્યારે આરાધજો
હોય તાતી જરૂરત તો શું થયું?
પ્રેમ બંધન સિવાય બંધાવું નથી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply