સ્પર્શી ગઈ વાત મનને આ પવનની જેમ સરર સરર.
લખાતા ચાલ્યા શબ્દો આ એક પછી એક સરર સરર.
મૌન રાખતાં ઘેરાએલું દરદ ઘુંટાય એ વખતો વખત.
શબ્દો થકી ભાગતી બધી ઉદાસી એય સરર સરર.
સાચવ્યું હતું હૈયા ડાબલીમાં જેને દિવસોના દિવસ.
આંખો મહી થી નીકળ્યું થઇ બેશરમ એ સરર સરર.
ઉંડાણે મનને આશા છે સગાવહાલા અડોશ પડોશ.
સંકટ સમયે સરકતા બની મુઠ્ઠીની રેત સરર સરર.
ઉપરથી ખામોશ નદી, અને અંદર દરિયો ખળભળે
સબંધો તૂટતાં ત્યાં મળે સુનામી સંકેત તે સરર સરર
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply