તારી છાતીએ છાંટો મને આખો પલાળે
તારાં ખાડાં નો ફાંટો મને આખો ફગાવે
હોય પહેલો મોસમનો કે છેલ્લો વરસાદ
તારાં વિરહ નો કાંટો મને આખો ઘુસાવે
આમ તો હું સજ્જન ને સીધાં મારગનો
તારાં વણાંકો રસ્તો મને આખો ભુલાવે
જોતો ખરાં આ વરસાદ છે કેવો બેશરમી
તારો સૂતેલો ઓરતો મને આખો જગાવે
નથી તોય છે જે સદા પાસ અસ્તિત્વે
તારો અનામી નાતો મને આખો અપાવે
લ્યાવે ટાઢક જગમાં એવાં વરસાદે તારી
ભસ્માસુરી વાતો મને આખો સળગાવે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply