ફૂલોની જેમ ખર્ચાઈ રહ્યો છું,
બધાને એમ સમજાઈ રહ્યો છું.
ઊભી રૈ’ જાય છે આંખો હ્રદયની,
ગઝલ રૂપે હું વંચાઈ રહ્યો છું.
હું સંવિધાન છું ખુલ્લી સડક પર,
હવે ભક્તોથી બદલાઈ રહ્યો છું.
છું મિત્રોમાં કે શત્રુમાં તમારા?
કયા નામે હું રોપાઈ રહ્યો છું?
વિના દૂરબીન એને સ્વપ્નમાં હું,
કયા કારણથી દેખાઈ રહ્યો છું?
અમારાથી પતનનું બોધ શીખે,
કમળ છું ક્યાંક મુર્જાઈ રહ્યો છું.
નથી ઈચ્છા મને સૂરજ થવાની,
નથી શાયરને , પંકાઈ રહ્યો છું.
વધુ ચર્ચાસ્પદ છું દુશ્મનોથી,
અને મિત્રોથી ભૂંસાઈ રહ્યો છું.
હવે ” સિદ્દીક” હું માનવથી વધારે,
તીડોના ભયથી ગભરાઈ રહ્યો છું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply