સ્પર્શી ગઈ મારા મનને યાદ પવન જેમ સરર સરર.
જો લખાતા ચાલ્યા શબ્દો એક પછી એક સરર સરર.
મૌન રહો તો હૈયાનું દર્દ ઘુટાય સઘળું વખતો વખત.
શબ્દોથી હારી ભાગે, આવેલી ઉદાસી અનેક સરર સરર
મોઘમમાં મહી બહુ સાચવ્યું જે અમે દિવસોના દિવસ.
મેં આંખોમા છુપાવ્યું શમણુ તારું દિલફેક સરર સરર.
એકાંતમાં ઉંડાણે પણ લાગે સહુ મારા અડોશ પડોશ.
મહોબતમાં તહી ખાલી હૈયું થાય ફરી પેક સરર સરર.
સતત ચાલે છે તારું નામ મારા ધબકારે ધડક ધડક
ને નિર્જીવતામાં પુરાય પ્રાણ જઈ છેક સરર સરર.
ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે
તુટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply