સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી
આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી
ઝાંખરા ઝાડીમાં શોભે કીકી જેમ અનોખી
શ્વેત ટપકે પ્રેમમાં રંગાતી લાલ ચણોઠી
પાન સાથે સાચવેલા સંબંધ ને તોડી
મખમલી કાપડમાં સચવાતી લાલ ચણોઠી
લાગતી શૈશવમાં જે રંગે લાલ ચટક સી
આજ ઝાંખપ જેમ વળગાડી લાલ ચણોઠી
કામનાઓનું સુકાતું લીલું વન જોઇને
કેસરી રંગોમાં સોરાતી લાલ ચણોઠી
જે ઘડી માયાને મમતાને છોડવાની હોય
નાં છુટે એ બાળપણ વારી લાલ ચણોઠી
~ રેખા પટેલ ‘વિનોદિની’
ચણોઠી : ઇચ્છાઓ
Leave a Reply