ત્યાં સૂરજના અજવાળા પર સહી ને સિક્કા જુદા છે,
અહીંયા મારા અંધારા પર સહી ને સિક્કા જુદા છે.
સુખની નાની બારી ઉપર દસ્તાવેજી હક રાખ્યો છે,
જાણું છું કે દરવાજા પર સહી ને સિક્કા જુદા છે.
દરિયાની ખારાશ અને ભીનાશ અમારા હિસ્સામાં છે,
મોતી-છીપલાં-પરવાળા પર સહી ને સિક્કા જુદા છે.
ઈચ્છાઓ ભડભાદર થઈ ગઈ, લડવું તો પણ કેવી રીતે ?
ને અંદરના લડનારા પર સહી ને સિક્કા જુદા છે.
~ ચિંતન મહેતા
Leave a Reply