શાને અમોને તાર તાર કરો છો?
ઘા લાગણીના જોરદાર કરો છો.
યાદો મહી કેવી તરસને ભરીને
ઝાકળ સમા અડકીને પ્યાર કરો છો
આંખે ભર્યુ છે વિશ્વ આપનુ આખુ
તોયે છબીમાં આંખ ચાર કરો છો
સહ્યું તમારું મૌન રોજ મજાનું
વાતો કરી મીઠીને ઠાર કરો છો
દિલનો ખૂણૉ કાફી છે આપના કાજે
દિલથી નયનમા કેમ ભાર કરો છો?
રગમા છે રઢ વૈરાગની,સમજોને
દિલની દવાથી સારવાર કરો છો
કાવ્યો ગઝલમાં કેટલો લય આવે.
શબ્દો વડે બેફામ ઘાર કરો છો
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાગાલગા-ગાગાલગા-લલગાગા
Leave a Reply