શાણપણ થોડુંક બસ મેં દાખવ્યું.
દૃશ્ય નહિ દૃષ્ટિને બદલી,
હાથ અને હૈયાનું હીર મેં પારખ્યું.
શોધી લીધું જ્યાં મેં મારું ઠામ-ઠેકાણું
દ્વારેથી પાછી વળી ગઈ સૌ પીડા
ગાંઠે ગરથ અને મૂળિયા સાબૂત હોય તો
પાન ભલેને થાય રાતા કે પીળા
ટોળે વળેલાં વિચારોના વાદળમાંથી
ઘેરું ને ઘટ્ટ વાદળ એક મેં તારવ્યું..
શાણપણ થોડુંક બસ મેં દાખવ્યું.
હોવાનો અર્થ આ વાતે સમજાયો કે,
જળને વહેવાનું અહિયાં કોણ શીખવે છે?
પોતીકિ ખુશીઓ-વ્યથાની ઓથમાં
મન મોજીલું ટાણાં-કટાણાં ઉજવે છે
કંટકછાંયી વાડ કે ઊંચી દીવાલોનું
સ્થાન જાણીને માન અદકું મેં જાળવ્યું..
શાણપણ થોડુંક બસ મેં દાખવ્યું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply