‘આઈ લવ યુ’ તો હાલતાં નેં કૈકને બોલો છો
રોજ ‘આઈ લવ મી’ બોલો ને
ગામ નાં ચોપડાં ખોલો છો
ખુદ નાં ખોપડાં ખોલો ને
યાદ કરવા ટાણે ટાલ ખંજવાળો
જે ભુલવાનું છે એ ભૂલો ને
કહો ભગવાનના મહેતાજીને,માપ ક્યાં ઓકે?
ધરમ કાંટે નિવેદની જેમ તોલો ને
કર્મ ને નવધા ભક્તિ નાં જોર પછી
બોલશેે પ્રભુ,શું જોઈએ બોલો ને?
આ અટકાવે છે તે આત્મા છે
અંદર માસ્તર ખખડાવે છે તે આત્મા છે
દ્વાર એનાં માટે ય ખોલો ને
આવશે નહિ રામ વારે ઘડીએ નૌકામાં
સત્ય-પ્રેમ-કરુણાથી પગ ધોઇ લો ને
‘આઈ લવ યુ’ તો હાલતા ને કૈકને બોલો છો
રોજ ‘આઈ લવ મી’ બોલો ને
~ મિત્તલ ખેતાણી
Leave a Reply