સાવ પાતળું ઓછી જગ્યા રોકતું
એક પુસ્તક,
મેં વાંચવા માટે
અલમારી માંથી બહાર કાઢયું.
શરૂઆત તો સારી રહી
વાંચતી રહી, સમજતી રહી.
કેટલોય સમય વીતી ગયો
કોણ જાણે આ પુસ્તકનો
અંત નજરે પડતો નહોતો.
હવે એ પૂરું સમજાતું પણ નહોતું.
છેવટે જરા થંભી, મુખપૃષ્ઠ વાંચ્યું
“મન”
હવે સમજાયું, ક્યાંથી સમજાય!
આતો સહુથી અઘરું પુસ્તક.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply