સરતી જતી સાંજે વિરહમાં આભથી કેવો જલે છે ચાંદ
એ રાતના અંધારમાં ઝાકળ સમો ઘીમો સરે છે ચાંદ
પૂરો બની પુનમે ઉપરથી ચાંદની રેલાવતો
કાળી અમાશે કેટલી નિસ્તેજતા સાથે ખરે છે ચાંદ
પ્રેમાળ હૈયામાં ઉગે નટખટ,ચકોરીની તરસ જેવો એ
ને પ્યાસ વિરહીજનોની જેમ લઇ ગગને તરે છે ચાંદ
ક્યારેક આખો શોભતો ક્યારેક સઘળાં રૂપ ઢાંકે ચાંદ
સોરાય જો બહુ તો સુની આંખે દુખી થઇને ઝરે છે ચાંદ
પૂરે પૂરી જલતી રહે પેલી ચકોરી આખરી પળ ઢળતા
આભાસ ઝીલી રોજ એકલતાંમા ખળભળતો રડે છે ચાંદ
આ જાગતી આંખો મહી આવી પુછો કે ચાંદ ઝીલ્યો કેમ
ભેકાર રાતે આંખની ભીનાશમા ભળતો રહે છે ચાંદ
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલ
Leave a Reply