સપના જોવાય છે અને હકીકત જીવાય છે.
આટલો જ ફરક બેઉ વચમાં જળવાય છે.
જીવન મહી જકડાય છે, મૃત્યુમાં છોડાય છે.
આ આપમેલની વચમાં જીવન ઝોલા ખાય છે.
ફૂલને સ્પર્શાય છે, અને સુગંધ અનુભવાય છે.
આંખ અને અંતરની વચમાં અંતર મપાય છે.
સુખમાં હસાય છે અને દુઃખમાં બહુ રડાય છે.
સમજો જો માયાજાળ તો સંત બની ફરાય છે
શ્વાસ અંદર ભરાય છે, કચરો બહાર કઢાય છે.
રોકો આવન જાવન તો હળવા થઇ તરાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply