આંખોની સૌ સ્નીગ્ધતા છીનવી લીધી
સમજદારીએ મુગ્ધતા છીનવી લીધી
ચક્ર છેલ્લે જીતી જ ગયું બાંસુરીથી
વિધિએ કૃષ્ણની નિર્દોષતા છીનવી લીધી
પ્રેમને લગ્ન સાથે છે સતરસો પેઢીનું વેર
સત્યએ કલ્પનાની વાર્તા છીનવી લીધી
બનવું જ પડ્યું કમાવતર સદા કુંતીને
પ્રારબ્ધે કર્ણની માતા છીનવી લીધી
અયાચક સુદામાને ધરવીને મૈત્રીમૂલ્યથી
સખાએ ખુમારીની મતા છીનવી લીધી
ખરખરો પણ હવે ક્યાં થાય છે ખરેખર
પ્રથાએ પ્રથાની સૌ પ્રથા છીનવી લીધી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply