સમજણ ત્યાં શું કરે?
સાંજ, સવારે કે બપ્પોરે,
ટોળેટોળાં સ્મરણોનાં જ્યાં ફરે.
વાત વધે નહિ, માન ઘટે નહિ,
એ કારણથી વાતને પડતી મૂકી.
હાશ કરી હળવાશ વધાવતી,
લાગણીયુંએ રીત નથી કોઈ ચૂકી.
એક અધૂરી વાતનું વળગણ એવું છે કે,
ધ્યાન એનું મન ધરે.
સમજણ ત્યાં શું કરે?
સમ-વિષમ પળ આવે નહિ કંઈ
પૂછીને કે ચોઘડિયાં જોઈને,
કહેવા જેવી જણસ જડી પણ
આજ સુધી ના કહેવાયું કોઈને,
કિનખાબી વાઘા પહેરીને સૂરજ સાખે અડચણ પણ અવતરે.
સમજણ ત્યાં શું કરે?
~ લક્ષ્મી ડોબરિયા.
(આગામી ગીત સંગ્રહમાંથી)
Leave a Reply