હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે
પાડોશી પણ ક્યાં પહેલાં સગલાં હોય છે
ફરિયાદ શું કરો છો દર વર્ષે બિસ્માર રસ્તાની
ખાડા થકી તો નેતાઓનાં બંગલા હોય છે
એને નથી મળતું કદી મીંઢોળ કે મંગળસૂત્ર
પ્રથમ પ્રેમનાં ભાગ્યે રાખડી, ઝભલાં હોય છે
એમ નેમ નથી બનતો ક્યાંય કોઈ રાજમાર્ગ
પાયે કાંટા કેડીએ ચાલનારનાં પગલાં હોય છે
ઘીમો, સતત કે ફાસ્ટ છો ચાલે કાચબો, સસલું
રેસ જીતશે એ જ જેમાં શકુનિ કળા હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply