આંખોને પાંપણે ઢાંકી ચાલને શરમ શરમ રમીએ,
મુખ પર લજ્જાના ભાવ ખેંચીને શરમ શરમ રમીએ.
કાલ લગી ખળખળ વહેતું એ ઝરણું ધીમું પાડીએ
આ નિર્મળ નદીના નીર બનીને શરમ શરમ રમીએ.
ભમરાનું ગુંજન સુણી ઉપવનમાં મર્મર હસી લઈએ
બહુ કનડે કાંટાળો કંટક દઈને શરમ શરમ રમીએ
સચ્ચાઈ જો હોય વાતમાં આંખ મહી ત્રાટક કરાય.
ભૂલ હોય તો નજર ઝુકાવીને શરમ શરમ રમીએ.
પકડા પકડી પાંચીકા ને આટાપાટા અમે બહુ રમ્યાં
હવે પરણ્યા સાથે ઘરઘર રમીને શરમ શરમ રમીએ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply