સાપ વીટે ફૂલ માની
ઝેર પીવે અમૃત માની
સાચવ્યુ સુખ સૌ દેવોનું
આખા જગને પૂત માની
ભાર ગંગાનો ઝીલે જે
સૌ દેવોની મમત માની
દઈ સુગંધી દેવ લોકે
બીલીને સ્વીકૃત માની
સ્હેજમા રીઝે છે ભોલે
એક જાપને સતત માની
નાથ ભોળાને સૌ નમજો
આખા જગનો તાત માની
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply