તુ જનમી તો ગયો કાના, હવે દુનિયાને એ રસ્તો બતાવી જા
જે ધનથી ખરીદી ના શકી એ ભાવ-ભકિતનો જણાવી જા
આ પાપીઓના પાપોની તું મટકી ફોડ ને દેખાડ સાચી રાહ
છે શ્રદ્ધા ભેટ મોટી, ને નથી તું કોઇ લાલચમાં બતાવી જા
છે સઘળા મોહમાયાના લુલા બંધન ઉગીને આથમે તે લગી.
જન્મ્યા બંધ મુઠ્ઠીમાં ને ખુલ્લા હાથ જાવાનું, જતાવી જા
આવી તારી દુનીયા માં તુ જોઈલે પુજા નામે વહેપારને
આ મ્હેલો મંદિરોની બ્હાર પાખંડીઓને ખુલ્લા તુ પાડી જા
નથી ગોકુળ મથુરામાં ક્યાંય ગોવાળૉ, ના મીઠૉ બંસરીનો નાદ
નથી રાધા, નથી મીરા, ફરી દિપ પ્રેમના જગમાં જલાવી જા
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply