રાત ભલે હો લાંબી
એના શ્યામલ પાલવ ઓથે, જીવે આશ ગુલાબી. . .
અજવાળાની રંગછટ્ટાથી, આંખ જતી અંજાઈ.
અંધારાનું તળ તાગીને, જાય નજર મંજાઈ
સમ-વિષમ સંજોગથી સમજણ, આભને જાય છે આંબી. . . !
રાત ભલે હો લાંબી. . .
વળ ખાતું મન વળ ખાઈ ને, ધ્યાન ધરી જ્યાં બેસે,
ઢાળ-વળાંકો ખાળી ખુદનો, મારગ ખોળી લશે,
ગમતી ક્ષણને અંકે કરવા, જાય પગેરું દાબી. . . . !
રાત ભલે હો લાંબી. . .
કદ નાનું શીદ્દ કરવું ખોટા, પડછાયા વિસ્તારી ?
આજના મૂળને ગાળ્યા વિણ આ, કાલ ને કેમ તેં ધારી ?
તક ઝડપીને જાગું તો આ, પ્રશ્નો થાય જવાબી. . . !
રાત ભલે હો લાંબી. . .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply