ગરજે ગધેડાંને બાપ કહેવાનું નહીં ફાવે
પુણ્યનાં નામે પાપ કરવાનું નહીં ફાવે
મન વગરનાં જાપ કરવાનું નહીં ફાવે
ગરજ હશે તોય અમે ગરજવાનાં જ
ગરજે ગધેડાંને બાપ કહેવાનું નહીં ફાવે
ખુમારીની કાળરાત્રીનાં કરીશું પોંખણા
અપમાન સહી તાપ કરવાનું નહીં ફાવે
કમળપુજાથી હું સ્વાગત કરીશ મિત્રોનું
પીઠ પાછળ કાપ કરવાનું નહીં ફાવે
છે અસ્તિત્વ સમસ્ત એ કુટુંબ મારું
મારાં-તારાંનું માપ શીખવાનું નહીં ફાવે
સમય, સંજોગોએ સ્ટેન્ડ રહેશે સમાન
ગોડ ને ફાધર બદલવાનું નહીં ફાવે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply