પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત સુધી જવું છે
મન, બુદ્ધિ અને ચિત સુધી જવું છે
હોય કદાચ પ્રભુ પણ બાથરુમિયો સિંગર
અસ્તિત્વ ગાય છે એ ગીત સુધી જવું છે
નિટે નિટનો મયાનંદ તો લીધો છે ઘણો ય
સત્ય, પ્રેમ, કરુણાનાં નિટ સુધી જવું છે
માત્ર મિલનની મોજથી હવે નથી સોરવતું
મીરાંબાઈ ની વિરહી પ્રીત સુધી જવું છે
પીગ્ગી બેન્ક ભોળપણની ખરીદી શકે બધું
વ્યવહારુ વિશ્વમાં એ રીત સુધી જવું છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply