‘સી ફર્સ્ટ’માં હોય છે ને કાં એ ‘બ્લોક’માં હોય છે
પ્રથમ પ્રેમને ભૂલવાનું સામર્થ્ય તો કોક માં હોય છે
નહીં તો મોનોટોનસ બનશે આ વેનીલા જિંદગી
ખરી મજા તો મીઠી તકરાર કે નોક ઝોકમાં હોય છે
નીતિ, ધર્મ, દેશ એ વળી કંઈ બલાનું નામ છે ભલાં
સતાની ચાવી ‘અભી બોલા, અભી ફોક’માં હોય છે
શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ
દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
‘સંભવામિ યુગે યુગે’નું તારું વચન જલ્દી પાળ પ્રભુ
અહલ્યા, કેવટ, ગજેન્દ્ર કળીયુગે શોકમાં હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply