કોઈ પ્રગટાવે હોળી, ને કોઈ મહી જલે આગ અલગ,
ઉજવણી સહુની સરસ, હરેકની રીતભાત અલગ.
પ્રેમનો કોઈને નશો ગુલાબી, કો’આંખ આંસુથી લાલ,
સહુ કોઈ ખેલે રંગોથી, જેવી જેની જરૂરીયાત અલગ.
આભમાં શોભે ચાંદ પૂનમનો,જોઇ વિરહી જલી મરે,
છે ઈચ્છાઓ ને આધીન, સુખ દુઃખની ઘાત અલગ .
કોઈ ચહેરે જો પડયા ઉઝરડા એતો ગણ્યા ગણાય,
હૈયે જડ્યા જે ઘા કારમા, એને જોવાની વાત અલગ.
હસતું કાયમ સ્વસ્થ મન, કોઈ રડીને જગને વાત કરે
સંજોગો પચાવી લેવાને, સહુના દીવસ રાત અલગ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply