જે કંઇ કરે છે તે ખૂબ અઠંગ કરે છે
પ્રભુ જ છે જે માયા ભંગ કરે છે
મૂર્ખા જ કામે આવે છે આપતિએ
ડાહ્યા કાં સૂચન ને કાં વ્યંગ કરે છે
ભૂતકાળ છોડી આવ્યો ભૂતકાળમાં
તોય સ્વપ્ન બની રોજ તંગ કરે છે
મેનકાએ રૂપ લઇ લીધું છે ધન,સતાનું
કાચ લેવાં સૌ હીરાનું તપ બંધ કરે છે
વિશ્વ યુદ્ધ કરી રહ્યું છે ‘સ્વ’ સાથે જ
વ્યક્તિ,વિચાર,વર્તન સાથે જંગ કરે છે
~ મિતલ ખેતાણી
Leave a Reply