નવાં વર્ષે
રાગ મુક્ત બનો
જેથી બ્લેક,વ્હાઈટ કે અન્ય કલરમેઇલિંગ બંધ થાય
લાગ મુક્ત બનો
તક તેડાવ્યે પણ ન આવતી હોય,તો નવી તક બનાવો
ભાગ મુક્ત બનો
બદલો કે પુરસ્કાર તો માત્ર ઈશ્વર પાસે જ
નાગ મુક્ત બનો
તમે શંકર નથી જ, નજીકનાં સર્પોથી ચેતતાં રહો
માંગ મુક્ત બનો
માંગ્યે કોઈ દેવાનું ય નથી,નસીબનું ક્યાંય જવાનું નથી, અયાચક બનો
બાગ મુક્ત બનો
ફૂલ બનો, માળી ગોતી જ લેશે અને મંદિરનો પ્રભુ પણ
ડાઘ મુક્ત બનો
તાંબાની થાળીમાં પણ મેખ તો ન જ રાખો
થાક મુક્ત બનો
કથા કર્તવ્યની કરવી જ પડશે,થાક નહીં જ ચાલે
ચાક યુક્ત બનો
ડસ્ટર નહીં,ચાક બનો,લીટી નવી કરો ને જરૂર પડ્યે મોટી કરો
મિત્તલ નાં વંદે ગૌ માતરમ્
– મિત્તલ ખેતાણી
Leave a Reply