ગુરુ વંદના
શ્રી સદગુરુજી નાં શ્રી ચરણોમાં વંદન સાથ ગુરુ વંદના,
ગુરુ ઉપદેશ અનુસાર આચરણ સાથ ગુરુ પૂર્ણિમાને વધાવીએ.
તું નોધારાંનો આધાર. અસાધ્ય ની સારવાર.
તને વંદીએ વારંવાર ગુરુ તણો મહિમા અપરંપાર.
ગુરુ તે તો કાચ ને કંચન કીધાં,આંસુ અમારાં પીધાં.
આશરો તારો હરિદ્વાર. ગુરુ તણો મહિમા અપરંપાર.
હું તો ભટકત દુનિયાનાં છેડે,પાયરીમાં બેસત સાવ છેલ્લે.
ફૂળ અજવાળ્યા તે ભરથાર. ગુરુ તણો મહિમા અપરંપાર.
હળવે હાથે ખૂંદયા અભિમાન. સેવા,સ્મરણ એ જ તારું વરદાન
હાથ ઝાલી પાર તરાવ્યો સંસાર. ગુરુ તણો મહિમા અપરંપાર.
સત્ય,પ્રેમ ના ધર્મ ને મળાવી. સીધી લીટી તે કર્મ ની કરાવી,
કરુણા ઘોડે કરાવ્યો અસવાર. ગુરુ તણૉ મહિમા અપરંપાર.
બાકી રહેલાં શ્વાસે રહેજે. ભવસાગરનાં વિશ્વાસે વહેજે.
જિંદગી જેમ મોત સુધારજે કિરતાર. ગુરુ તણો મહિમા અપરંપાર.
અપરાધ કોટિ મારાં માફી આપજે. બંધન કર્મનાં,આ ભવે તો કાપજે.
જેવું તેવું તો ય હું તારું જ બાળ. ગુરુ તણો મહિમા અપરંપાર.
– મિત્તલ ખેતાણી, રાજકોટ
Leave a Reply