મને તું વિકાર શૂન્ય કરજે
પ્રભુ!
તું બસ એટલું પુણ્ય કરજે
મને તું વિકાર શૂન્ય કરજે
અપેક્ષા કરી નાંખજે મારી ન્યુનતમ
મારી શ્રદ્ધાને તું જ ધન્ય કરજે
કાલ ની ને કાળની ચિંતા મૂકું પડતી
મોજમાં મને તું વન્ય કરજે
કર્તવ્ય બધું મારું જ સમજું હું
હક્ક બીજાનો,હિસ્સો અન્ય કરજે
બીજાને જમાડીને પછી જ જમું હું
અભરે ભરવામાં ધન્ય ધાન્ય કરજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply