જીવન તો ‘બેક ટુ સ્ક્વેર વન’ જ છે
સુખ કે દુઃખનું કારણ તો મન જ છે
પીડા,શોકનું નિવારણ તો મન જ છે
બેબી ડાઇપરથી એડલ્ટ ડાઈપર સુધી
જીવન તો ‘બેક ટુ સ્ક્વેર વન’ જ છે
સમગ્ર બ્રમ્હાંડે એ કરન્સી ચાલશે જ
સત્ય,પ્રેમ,કરુણા એ સાચું ધન જ છે
મૃગજળની શોધમાં જ છે સૌ તરસ્યાં
ગંગાજળનાં ભાગ્યમાં તો રણ જ છે
રામરાજ્યમાંય સ્થપાશે રામરાજ્ય?
કે પછી લવકુશનાં ભાગ્યમાં વન જ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply