કર્મ કાપવાનું કામ કરવાનું છે
શર્મ આપવાનું કામ કરવાનું છે
મર્મ તાગવાનું કામ કરવાનું છે
ભ્રમ ભાંગવાનું કામ કરવાનું છે
અહં તોડવાનું કામ કરવાનું છે
જે કરે છે બ્રહ્મચર્યનાં દાવા તેનાં
હરમ દેખાડવાનું કામ કરવાનું છે
સત્ય,પ્રેમ, કરુણાનાં અમોઘથી
કર્મ કાપવાનું કામ કરવાનું છે
દુઃશાસનો તો ઠીક ભીષ્મ,દ્રોણને
ધર્મ આપવાનું કામ કરવાનું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply