જન્મ સૌનો સરખો અને મરણ અલગ છે
યાદ અલગ છે અને સ્મરણ અલગ છે
જન્મ સૌનો સરખો અને મરણ અલગ છે
કહે તે કરે જ અને કરે તે કહેવાનાં કે કેમ?
બોલવું અલગ છે અને આચરણ અલગ છે
બધાં સ્પર્શ,દર્શનને લાયક નથી જ હોતાં
પગ અલગ છે અને ચરણ અલગ છે
સ્વાર્થ કે પરમાર્થ માટે,હેતુ શું છે આશ્રયનો?
છુપાવવાં અલગ છે અને શરણ અલગ છે
ગરજ કે સંસ્કાર મુજબ બદલી જાય છે બધું
આમન્યા અલગ છે અને આવરણ અલગ છે
ભૂખ તનની જ છે કે વરવાંનો આત્માને પણ
પ્રેમ અલગ છે અને પ્રકરણ અલગ છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply