અશ્વત્થામિયું અમરત્વ વાસ્તવમાં તો લટકતું હોય છે
ખોળિયું પોતાનું પૂર્વનિર્ધારિત પાત્ર જ ભજવતું હોય છે
કોઈનાં વિના ક્યાં કૈ,ક્યાંય,કશેય કોઈ અટકતું હોય છે
છે આ બધી માત્ર ને માત્ર રસાયણોની જ તો કમાલ ને
કામ,ક્રોધ,મોહનાં ઉદ્દીપકથી જ તો મન ભટકતું હોય છે
કૃષ્ણ થવાનાં છે સારથી એની હતી લક્ષ્યને પણ ખબર
નહીં તો અર્જુનનું બાણ પણ વેધ વિના ભટકતું હોય છે
ગમ,દુઃખ કે નિરાશાની રાત્રિ તો લાગે છે યુગોયુગ જેવી
મોજની રાતે તો મટકું પણ ક્યાં જરાકેય મટક્તું હોય છે
શ્રાપ કે વરદાન એ તો નિર્ભર છે આયુષ્યની ગુણવત્તામાં
અશ્વત્થામિયું અમરત્વ વાસ્તવમાં તો લટકતું હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply