‘કારણ’ હોય ને ત્યારે વચ્ચે કોઈ કારણ આવતું નથી
પૈસો બોલતો હોય ત્યારે કોઈ વ્યાકરણ ચકાસતું નથી
‘કારણ’ હોય ને ત્યારે વચ્ચે કોઈ કારણ આવતું નથી
ભગવાનનાં ઘરે છપ્પનસો ભોગ છે જ ને તોય પણ
તાંદુલ,ભાજી,બોર જેવું પ્રભુને કંઈ પણ ભાવતું નથી
મગજમાં ઊગે છે ક્રોધ,કામ,વેર,લોભ,દ્વેષ ને એ બધું
કારણકે હૃદયે હવે કોઈ સત્ય,પ્રેમ,કરુણા વાવતું નથી
મૈત્રી થઈ છે કરાર આધારિત હવે ન્યુકલિયર કુટુંબમાં
ડાયવોર્સ,ડિપ્રેશન,દ્રોહ,ગુસ્સાને ગુમ ઘરવડું ડામતું નથી
‘લોભ’ ને ‘ભલો’ શબ્દો સાથે અર્થમાં પણ છે ઉલટ જ
પામી શકે છે એ જ કે જે કદી,ક્યાંય,કશું માપતું નથી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply